શનાળા ગામના ઇન્દિરાવાસમાં રહેતા આરોપીના મકાનમાં રેડ કરી પોલીસે અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ નંગ ૧૪૪નો જથ્થો ઝડપી લીધો હતો પોલીસે ત્રણ આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શનાળા જુના ગામ ઇન્દિરાવાસના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૪૪ બોટલ કીમત રૂ ૩૪,૨૪૮ નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો કબજે લઈને આરોપી સુનીલ મહેન્દ્રભાઈ દેવાણી, સાગર ધીરૂભાઈ ચાવડા, ઋષિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા એમ ત્રણને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે


