R R Gujarat

હળવદ દેવળિયા ચોકડી નજીક કારચાલકને ઢીકા પાટું માર મારી ધમકી આપી

હળવદ દેવળિયા ચોકડી નજીક કારચાલકને ઢીકા પાટું માર મારી ધમકી આપી


દેવળિયા ચોકડી નજીક બાઈક તારવવા જતા ગાડી થોડી રોંગ સાઈડ લેતા સામેથી આવતા બાઈક ચાલકે ગાળો આપી હતી અને ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
હળવદના ધૂળકોટ ગામે રહેતા લલીતભાઈ હરખજીભાઇ ભોરણીયા (ઉ.વ.૪૬) વાળાએ આરોપી રાજેશ દેવાયત આહીર રહે સુરવદર તા. હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી લલીતભાઈ પોતાની કાર લઈને દેવળિયા ચોકડીથી આગળ સુરવદર વાળા રોડ પરથી જતા હતા અને એક બાઈક તારવવા જતા ગાડી થોડી રોંગ સાઈડ લીધી ત્યારે સામેથી આરોપી રાજેશ પોતાનું બાઈક લઈને આવતો હતો અને ગાળો બોલવા લાગ્યો જેથી ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને ઢીકા પાટું માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે