દલવાડી સર્કલ નજીક પાછળથી બાઈક અથડાવી ઇજાનું બહાનું બનાવી સારવારમાં લઇ જતી વખતે છરી દેખાડી અજાણ્યા ઇસમેં રૂ ૮૫,૦૦૦ ની લૂંટ ચલાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે રહેતા દેવમભાઈ વિકાસભાઈ રિયા (ઉ.વ.૧૯) વાળાએ અજાણ્યા માણસ આશરે ૨૫ થી ૩૦ વર્ષ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી દેવમ આંગડીયામાંથી રૂ ૮૫,૦૦૦ લઈને જતા હતા ત્યારે દલવાડી સર્કલથી આગળ કેનાલ પાસે આરોપીએ પાછળથી મોટરસાયકલ અથડાવ્યું હતું અને ઈજા થઇ હોવાનું બહાનું કરી સારવારમાં લઇ જવાનું કહ્યું હતું જેથી યુવાન તેને બાઈકમાં બેસાડી લઇ જતો હતો ત્યારે આરોપીએ છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ ૮૫,૦૦૦ ની લૂંટ કરી નાસી ગયો હતો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


