હળવદ જીઆઈડીસી નજીક ટેન્કર ચાલકે પુરઝડપે ટેન્કર ચલાવી આગળ જતા ટ્રેલર પાછળ અથડાવી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ટેન્કર ખાલી સાઈડમાં બેસેલ બીજા ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ગાંધીધામના અંતરજાળ ગામે રહેતા હીરાભાઈ જેસંગભાઈ મિયાત્રાએ આરોપી ટેન્કર જીજે ૩૯ ટીએ ૮૫૦૧ ના ચાલક મુસાભાઈ કાળુભાઈ બેલીમ રહે દશાડા સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટેન્કર ચાલકે પોતાનું ટેન્કર પુરઝડપે ચલાવી હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર જીઆઈડીસી સામે રોડ પર આગળ જતા ટ્રેલર જીજે ૩૯ ટીએ ૧૭૨૨ પાછળ અથડાવી અકસ્માત કર્યો હતો અકસ્માતમાં ટેન્કરમાં ખાલી સાઈડમાં બેસેલ બીજા ડ્રાઈવર નવીનભાઈ રામજીભાઈ મિયાત્રાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું હળવદ પોલીસે ટેન્કર ચાલક વિરુધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે


