R R Gujarat

મોરબીના વાવડી રોડ પર ઉંદર મારવાની દવા પી લેતા પરિણીતાનું મોત

મોરબીના વાવડી રોડ પર ઉંદર મારવાની દવા પી લેતા પરિણીતાનું મોત


વાવડી રોડ પર ગાયત્રીનગરમાં પરિણીતા ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી સારવારમાં પરિણીતાનું મોત થયું હતું
મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગરમાં રહેતા પુનમબેન યોગેશભાઈ ઝાલા (ઉ.વ.૧૯) નામની પરિણીતાએ ગત તા. ૧૦ ના રોજ ઝેરી દવા પી લીધી હતી મૃતકના બે મહિના પૂર્વે પ્રેમ લગ્ન થયા હતા પતિ યોગેશભાઈની તબિયત સારી ના હતી અને તેની બહેન ક્રિષ્ના ભાઈ યોગેશનું માથું દબાવતી હતી જેનું માઠું લાગતા પોતાના ઘરે ઘરમાં પડેલ ઉંદર/કીડા મારવાની જલ્લાદ નામની બોટલમાંથી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી સારવાર દરમીયાન પરિણીતાનું મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે