R R Gujarat

માળિયા ત્રણ રસ્તા રોડ પરથી સ્કોર્પીઓ ગાડીમાંથી ૫૬૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો

માળિયા ત્રણ રસ્તા રોડ પરથી સ્કોર્પીઓ ગાડીમાંથી ૫૬૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો


માળિયા પોલીસે સ્કોર્પીઓ કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારમાંથી ૫૬૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો માળિયા પોલીસે દેશી દારૂનો જથ્થો અને સ્કોર્પીઓ કાર સહીત કુલ રૂ ૬.૧૨ લાખનો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે
માળિયા પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ દરમિયાન ત્રણ રસ્તા રોડ પર વાહન ચેકિંગ સહિતની કામગીરી કરતી હતી ત્યારે સ્કોર્પીઓ કાર જીજે ૩૬ એઆર ૭૦૨૭ વાળી શંકાસ્પદ હાલતમાં નીકળતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો જોકે કાર ચાલકે ભાગવાની કોશિશ કરતા પોલીસે પીછો કરી ગાડી રોકી ચેક કરતા દેશી દારૂ ૫૬૦ લીટર મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ ૫૬૦ લીટર કીમત રૂ ૧,૧૨,૦૦૦ અને સ્કોર્પીઓ કાર કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૬,૧૨,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે સ્કોર્પીઓ કાર ચાલક નાસી ગયો હતો જે આરોપી વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે