R R Gujarat

મોરબીના વાઘપર ગામે મકાનમાં જુગાર રમતા ૧૨ ઝડપાયા, રૂ ૭૮,૩૦૦ ની રોકડ જપ્ત

મોરબીના વાઘપર ગામે મકાનમાં જુગાર રમતા ૧૨ ઝડપાયા, રૂ ૭૮,૩૦૦ ની રોકડ જપ્ત


વાઘપર ગામે મકાનમાં જુગારધામ પર રેડ કરી પોલીસે ૧૨ જુગારીઓને ઝડપી લઈને રોકડ રૂ ૭૮,૩૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના વાઘપર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ભરત રામજીભાઈ પટેલના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર સાધનો પુરા પાડી જુગાર અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપી ભરત પટેલના મકાનમાં જુગાર રમતા ભરતભાઈ ઉર્ફે દાઉદ રામજીભાઈ પટેલ, સંજય કેશુભાઈ પટેલ, બચુભાઈ જીવરાજભાઈ પટેલ, મનસુખભાઈ ચતુરભાઈ પટેલ, વિનોદભાઈ બચુભાઈ પટેલ, અરવિંદ ધનજીભાઈ સુરાણી, ભરત ગાંડુભાઈ પટેલ, રમેશ વાલજીભાઈ પટેલ, ભાવેશ ઉર્ફે મુન્નો પરબત ધ્રાંગા, ગોપાલ મનજીભાઈ પટેલ, જેસંગ જશભાઈ રાઠોડ એમ ૧૨ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા સ્થળ પરથી રોકડ રૂ ૭૮,૩૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે