મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના સરદાર બાગનું રીનોવેશન કરી ખુલ્લો મુકવામાં આવ્યો છે અને હવે શહેરના કેસરબાગ, શંકર આશ્રમ અને સુરજ બાગના ડેવલોપમેન્ટનું કામ શરુ કરવામાં આવશે તેમ ગાર્ડન વિભાગની યાદીમાં જણાવ્યું છે
મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેરને હરિયાળું બનાવવા અને જરૂરિયાત મુજબના પ્લાન્ટેશન કામગીરી કરવામાં આવી રહી છે હાલ ગાર્ડન શાખા દ્વારા પંચાસર રોડ પર સ્ટ્રીટ લાઈટ વિથ પોલ નાખવાનું કામ પૂર્ણ થવાની અવસ્થામાં છે તે ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા હાલમાં સરદાર બાગને ખુલ્લો મુકવામાં આવ્યો છે ઉપરાંત બીજા મુખ્ય ગાર્ડન જેવા કે કેસરબાગ, શંકર આશ્રમ અને સુરજ બાગ ડેવલોપમેન્ટના કામ ટૂંક સમયમાં ચાલુ કરી દેવામાં આવશે


