R R Gujarat

મોરબીમાં ડામર રોડના કામમાં સગીર શ્રમિકોને કામે રાખનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ

મોરબીમાં ડામર રોડના કામમાં સગીર શ્રમિકોને કામે રાખનાર કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ


મહેન્દ્રનગર ચોકડીથી કંડલા હાઈવે તરફ નવા રોડનું કામ ચાલી રહ્યું છે જે ડામર રોડના કામમાં સગીર વયના બાળ શ્રમિકોને કામે રાખનાર કોન્ટ્રાક ટર વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
એ.એચ.ટી.યુ માં ફરજ બજાવતા નંદલાલભાઈ દેવજીભાઈ વરમોરાએ આરોપી કોન્ટ્રાકટર સુરેશભાઈ રામસિંગભાઈ રાઠોડ (ઉ.વ.૩૧) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીએ મહેન્દ્રનગર ચોકડીથી કંડલા હાઈવે તરફ નવા બનતા રોડના કામનો મજુરી કામનો કોન્ટ્રાકટ રાખ્યો છે જે રોડ ખાતે સગીર બાળ કિશોરોને મજુર તરીકે રાખી તેની પાસે નાના મોટા પથ્થર હટાવી સાવરણાથી રોડ પર સાફ સફાઈ અને ડામર કામમાં સેવારીયાથી ડામર કામની મજુરી કરાવી બાળકોનું શારીરિક, આર્થીક શોષણ કર્યાની ફરિયાદ નોંધાવી છે સીટી બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ બાળ અને તરુણ (પ્રતિબંધિત) કાયદાની સને ૧૯૮૬ ની કલમ 3,૭ અને ૧૪ (૧) તથા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ૨૦૧૫ ની કલમ ૭૯ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે