R R Gujarat

મોરબીમાં વૃદ્ધને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી ૧૨ હજાર સેરવી લીધાની ફરિયાદ

મોરબીમાં વૃદ્ધને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી ૧૨ હજાર સેરવી લીધાની ફરિયાદ


મોરબીમાં રીક્ષામાં બેસાડી અન્ય મુસાફરોના સ્વાંગમાં બેસેલા ગઠીયાઓ મુસાફરની નજર ચૂકવી રોકડ રકમ સેરવી લેતી ટોળકીનો આતંક સમયાન્તરે જોવા મળતો હોય છે આ રીક્ષા ચોર ટોળકી ફરી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે તાજેતરમાં એક વૃદ્ધને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી રોકડ રૂ ૧૨,૦૦૦ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના દલવાડી સર્કલ આગળ કેનાલ પાસે રહેતા કાળુભાઈ મનજીભાઈ ડામોર (ઉ.વ.૬૦) વાળાએ સીએનજી રીક્ષાચાલક અને બે અજાણ્યા પુરુષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી જીઆઈડીસી નાકા પાસેથી મજુરી કામે જતા હતા ત્યારે સીએનજી રીક્ષા ચાલકે રીક્ષામાં બેસાડેલ અન્ય બે પુરુષોએ ફરિયાદી કાળુભાઈની નજર ચૂકવી પેન્ટના ખિસ્સામાંથી રોકડ રૂ ૧૨,૦૦૦ સેરવી ચોરી કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે