મોરબીના વેપારીને વિદેશમાં માલ એક્સપોર્ટ કરવા અંતે હોંગકોંગમાં ખરીદદારો શોધી આપવા અને હોંગકોંગની કંપનીમાં ડીલ કરવાના બહાને છ ઇસમોએ વેપારી પાસેથી રૂ ૧.૭૨ કરોડની રકમની ઠગાઈ કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે
મોરબી રવાપર રોડ બોનીપાર્ક સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઈ નરસિંહભાઈ દેત્રોજા (ઉ.વ.૩૫) આરોપીઓ ૧) મેનેજર પારસ સીંગલા નામ ધરાવતો માણસ મો.નં. (૧) ૯૩૧૫૯૧૮૪૯૩ (૨) ૯૮૧૦૭૧૯૨૫૨ (૩) ૯૭૧૭૨૮૭૦૪૮ તથા (૨) એમ્પ્લોયી પ્રવિણ બંસલ નામ ધરાવતો માણસ મો.નં. (૧) ૭૦૧૧૬૩૭૫૯૪ (૨) ૮૮૮૨૪૩૯૪૪૫ (૩) ૯૫૯૯૪૩૧૬૦૬ તથા (૩) એમ્પ્લોયી ધનંજય શર્મા નામ ધરાવતો માણસ મો.નં. (૧) ૯૯૫૩૫૪૭૧૯૨. (૨)૮૨૮૭૬૨૨૧૯૩ તથા (૪) રોબર્ટ વીલીયમ્સ નામ ધરાવતો માણસ મો.નં. +૪૪૭૫૨૦૬૭૧૧૦૧ તથા (૫) હેન્રી નામ ધરાવતો માણસ મો.નં. મો.નં. +૪૪૭૪૫૧૨૩૭૬૦૬ તથા (૬) હાર્વી નામ ધરાવતો માણસ મો.નં. +૪૪૭૮૬૮૮૧૩૧૧૬ તથા તેના મળતીયા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
જે ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૨૦-૦૧-૨૦૨૩ થી તા. ૦૮-૦૯-૨૦૨૫ દરમિયાન ફરિયાદી દેવેન્દ્રભાઈને આરોપીઓ ટ્રેડ ફન્ડામેન્ટલ પ્રા લી કંપની અને જી.બી.એફ.એસ વિંગ્સ પ્રા. લી. નામની કંપનીના પારસ સિંગલા, ધનંજય શર્મા, પ્રવીણ બંસલ, રોબર્ટ વિલિયમ્સ, હાર્વી નામ ધરાવો ઇસમ અને તેના મળતિયાઓએ ભેગા મળી ખોટા નામો ધારણ કરી ગુનાહિત સીન્ડીકેટ રચી હતી અને ફરિયાદીને વિશ્વાસમાં લઈને પોતાનો માલ ફોરેનમાં એક્સપોર્ટ કરવાનો હોવાથી ખરીદદાર ગોતી આપવા અને હોંગકોંગની ACES TRADING નામની કંપનીમાં ડીલ કરવાનું કહીને ડોક્યુમેન્ટેશન અને રજીસ્ટ્રેશનના બહાને કુલ રૂ ૧,૭૨,૮૮,૪૦૦ ની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


