R R Gujarat

મોરબીના મકનસર નજીક ટ્રક કન્ટેનરની ઠોકરે એકટીવામાં બેસેલ પત્નીનું પતિની નજર સામે મોત

મોરબીના મકનસર નજીક ટ્રક કન્ટેનરની ઠોકરે એકટીવામાં બેસેલ પત્નીનું પતિની નજર સામે મોત


વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પર એકટીવા લઈને દંપતી જતું હતું જે એકટીવાને ટ્રક કન્ટેનર ચાલકે ટક્કર મારી અકસ્માત કર્યો હતો અકસ્માતમાં એકટીવા ચાલક પતિને ઈજા પહોચી હતી અને પાછળ બેસેલ પત્નીને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા વિજયભાઈ ભુપેન્દ્રભાઈ ગોહેલ (ઉ.વ.૩૮) વાળાએ ટ્રક કન્ટેનર જીજે ૩૯ ટી ૦૩૯૨ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતા ભુપેન્દ્રભાઈ રવજીભાઈ ગોહેલ અને માતા રંજનબેન બંને એકટીવા જીજે ૩૬ પી ૬૪૮૬ લઈને વાંકાનેર માતાજીની આઠમ ભરવા (નૈવેધ) માટે જતા હતા ત્યારે મોરબી વાંકાનેર હાઈવે પર મકનસર ગામ નજીક ટ્રક કન્ટેનર ચાલકે એકટીવાને હડફેટે લીધું હતું જેથી એકટીવા સવાર દંપતી ફંગોળાઈ પડી ગયું હતું અકસ્માતમાં ભુપેન્દ્રભાઈને ઈજા પહોંચી હતી તેમજ રંજનબેન ઉપર ટ્રકનો પાછળનો જોટો ફરી વળતા શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે