R R Gujarat

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી ક્રુરતાપૂર્વક અબોલ જીવને બાંધી લઇ જતા ઇસમ વિરુદ્ધ ફરિયાદ

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી ક્રુરતાપૂર્વક અબોલ જીવને બાંધી લઇ જતા ઇસમ વિરુદ્ધ ફરિયાદ


પીપળીયા ચાર રસ્તા નજીકથી બોલેરો પીકઅપ ગાડીમાં ૧૬ પાડાને ક્રુરતાપૂર્વક ભરી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વિના હેરાફેરી કરનાર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી છે
મોરબી બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનજીભાઈ બોરીચાએ આરોપી જુણસ મીઠનભાઈ જત રહે નાના સરાડા તા. ભુજ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાની બોલેરો પીકઅપ જીજે ૧૨ બીઝેડ ૬૨૯૬ વાળીમાં ભેંસના પાડા નંગ ૧૬ કીમત રૂ ૮૦,૦૦૦ દોરડા વડે ક્રુરતા પૂર્વક ભરી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વિના પીપળીયા ચાર રસ્તા પાસેથી મળી આવ્યો હતો મોરબી તાલુકા પોલીસે ૩,૩૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે