રાજકોટ રેંજ આઈજી અશોકકુમાર યાદવ વાર્ષિક ઇન્સ્પેકશન અન્વયે મોરબી જીલ્લાની મુલાકાતે પધાર્યા હતા જ્યાં જીલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી જે પ્રસંગે મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાનું અને મોટા ક્રાઈમમાં ઘટાડો થયો હોવાનું રેંજ આઈજીએ જણાવ્યું હતું
મોરબી જીલ્લામાં વાર્ષિક ઇન્સ્પેકશન માટે રેંજ આઈજી અશોકકુમાર યાદવ મોરબી આવ્યા હતા રેંજ આઈજીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે મોટા ક્રાઈમમાં ઘટાડો થયો છે તેમ જણાવ્યું હતું નવરાત્રી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે નાગરિકો પણ પોલીસને પુરતો સહયોગ આપે છે રેંજ આઈજીએ ઉધોગકારોના એસોસીએશન સાથે મીટીંગ કરી હતી સીટની કામગીરીને બિરદાવી હતી કુલ ૯ કરોડ રૂપિયા રીકવર કરવામાં આવ્યા છે તેમજ ટ્રાફિક સહિતના મુદે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી


