R R Gujarat

હળવદના રાયસંગપરમાં પત્ની સાથે બોલાચાલી થતા યુવાન ઝેરી દવા પી લેતા મોત

હળવદના રાયસંગપરમાં પત્ની સાથે બોલાચાલી થતા યુવાન ઝેરી દવા પી લેતા મોત


રાયસંગપર ગામે ૨૭ વર્ષના યુવાનને પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થતા યુવાન ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું હતું
મૂળ છોટા ઉદેપુરના વતની હાલ હળવદના રાયસંગપર ગામે રહેતા સબીર ઉર્ફે samir દુરસિંગ નાયક (ઉ.વ.૨૭) નામના યુવાન ગત તા. ૧૬-૦૯ ના રોજ પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થતા મનમાં લાગી આવતા વાડીમાં ઝેરી દવા પી ગયો હતો જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો સારવારમાં યુવાનનું મોત થયું છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે