મોરબીના નવી ટીંબડી નજીકથી ડબલ સવારી બાઈકમાં બે યુવાનો જતા હતા ત્યારે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લીધું હતું અકસ્માતમાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી અને પાછળ બેસેલ યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
માળિયાના કાજેરડા ગામે રહેતા અલ્તાફ ગફુર મોવરે ટ્રક જીજે ૧૩ એડબલ્યુ ૯૯૮૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ ના રોજ બપોરે અઢી વાગ્યાના અરસામાં ફરિયાદી અલ્તાફ અને મોસીન ઈસ્માઈલ મોવર બંને બાઈક જીજે ૦૩ સીએન ૯૭૫૯ લઈને જતા હતા અને નવી ટીંબડી ગામ નજીક પહોંચતા ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારી હતી અકસ્માતમાં ફરિયાદી અલ્તાફ મોવરને ઈજા પહોંચી હતી પાછળ બેસેલ મોસીન ઈસ્માઈલ મોવરને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


