મોરબી કચ્છ નેશનલ હાઈવે પર હરીપર ગામ નજીક ટ્રક ચાલકે પોતાનો ટ્રક કોઈપણ સિગ્નલ કે આડશ રાખ્યા વિના ઉભો રાખ્યો હતો જેની પાછળ એસટી બસ અથડાતા કંડકટરને ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મૂળ જુનાગઢ હાલ નખત્રાણા ડેપોમાં ફરજ બજાવતા રામભાઈ વિરમભાઇ સોલંકી નામના એસટી બસ ચાલકે આરોપી ટ્રક જીજે ૩૭ ટી ૬૫૬૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ચાલકે પોતાનો ટ્રક મોરબી કચ્છ નેશનલ હાઈવે પર માળિયા તાલુકાના હરીપર ગામ પાટિયા પાસે કોઇપણ જાતના સિગ્નલ કે અવરોધ વિના ઉભો રાખ્યો હતો જેની પાછળ ફરિયાદીની એસટી બસ જીજે ૧૮ ઝેડ ૯૨૩૯ ભટકાઈ જતા એસટી બસના કંડકટર વિજયસિંહને પગમાં અને હાથની આંગળીમાં ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


