R R Gujarat

માળિયા-હળવદ હાઈવે પર લૂંટ અને મોરબીમાંથી બાઈક ચોરી કરનાર ત્રણ ઇસમો ઝડપાયા

માળિયા-હળવદ હાઈવે પર લૂંટ અને મોરબીમાંથી બાઈક ચોરી કરનાર ત્રણ ઇસમો ઝડપાયા


ગુનામાં વપરાયેલ વાહન શીત ૯૩,૫૦૦ નો મુદામાલ રીકવર કરાયો
માળિયા હળવદ હાઈવે પર ટ્રક ડ્રાઈવરને માર મારી ટ્રકની બે બેટરી અને રોકડની લૂંટ તેમજ મોરબી કાંતિનગરમાંથી બાઈક ચોરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે બે ગુનાના ભેદ ઉકેલી કુલ રૂ ૯૩,૫૦૦ નો મુદામાલ કબજે લીધો છે
મોરબી તાલુકા પોલીસ મથકમાં ગત તા. ૦૮૦-૦૮-૨૦૨૫ ના રોજ લૂંટની ફરિયાદ નોંધાઈ હતી જેમાં હળવદ મલૈયા હાઈવે પર ફરિયાદી કિરણભાઈ બબાભાઈ રાવળદેવ ટ્રક લઈને જતા હતા અને ટ્રકનું ટાયર ફાટી જતા રોડ પર રાખી ટ્રકની કેબીન ઉપર સુતા હતા ત્યારે ફોર વ્હીલ કારમાં આવેલ ઇસમોએ ટ્રકમાંથી બે બેટરી ખોલતા હતા અને ફરિયાદીએ ના પાડતા લાકડાના ધોકાથી માર મારી ધમકી આપી રોકડ રૂ ૫૦૦૦ અને બે બેટરી સહીત રૂ ૧૫,૦૦૦ ની લૂંટ ચલાવી હતી તેમજ મોરબી બી ડીવીઝન પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ કાંતિનગર વિસ્તારમાંથી ફરિયાદી અસ્લમ સંધવાણીનું બાઈક ચોરી થયું હતું
જે ગુનાઓ અંગે એલસીબી ટીમે તપાસ ચલાવતા આરોપી અયુબ અકબર મોવર, ગુલામ હુશેન ઉર્ફે ગુલ્લુ ઉમરભાઈ સમાણી અને ઈરફાન ઇકબાલ સંધવાની એમ રહે ત્રણેય માળિયા વાળાને ઝડપી લીધા છે પોલીસે રોકડ રૂ ૩૫૦૦, ગુનામાં વપરાયેલ અલ્ટો કાર જીજે ૦૩ સીઆર ૭૯૬૧ કીમત રૂ ૫૦,૦૦૦ મોબાઈલ ફોન કીમત રૂ ૫૦૦૦, વાહનની બેટરી ૨ નંગ કીમત રૂ ૫૦૦૦, બાઈક કીમત રૂ ૩૦,૦૦૦ સહીત કુલ રૂ ૯૩,૫૦૦ નો મુદામાલ રીકવર કર્યો છે