R R Gujarat

મોરબીના કંડલા બાયપાસ નજીક મકાનમાંથી દેશી જામગરી બંદુક સાથે એક ઝડપાયો

મોરબીના કંડલા બાયપાસ નજીક મકાનમાંથી દેશી જામગરી બંદુક સાથે એક ઝડપાયો


કંડલા બાયપાસ નજીક રહેતા ઇસમના મકાનમાં ગેરકાયદે દેશી બંદુક હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરી મકાનમાંથી જામગરી બંદુક સાથે એક આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ નવરાત્રીના તહેવારો નિમિતે પેટ્રોલિંગમાં હોય દરમિયાન કંડલા બાયપાસ ફિદાય પાર્કમાં રહેતા આરોપી રાજુભાઈ અબ્દુલભાઈ પબાણીના મકાનમાં દેશી હાથ બનાવટની જામગરી બંદુક હોવાની બાતમી મળતા ટીમે મકાનમાં રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દેશી જામગરી બંદુક નંગ ૦૧ કીમત રૂ ૨૦૦૦ જપ્ત કરી આરોપી રાજુ અબ્દુલ પબાણી (ઉ.વ.૩૯) વાળાને ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે