R R Gujarat

મોરબીના ગાંધી ચોકમાં નોટનંબરી જુગાર રમતા બે ઝડપાયા

મોરબીના ગાંધી ચોકમાં નોટનંબરી જુગાર રમતા બે ઝડપાયા


શહેરના ગાંધી ચોકમાં જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને સીટી એ ડીવીઝન પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગાંધીચોકમાં રેડ કરી હતી જાહેરમાં ચલણી નોટોના નંબર પર નોટ નંબરી જુગાર રમતા આરોપી હસમુખ ગોપાલભાઈ હણ અને સલીમ ઉર્ફે ડેનીશ હાજી સુમરાને ઝડપી લઈને રોકડ રૂ ૬૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે