R R Gujarat

મોરબીમાં પત્ની સાથે ફોનમાં બોલાચાલી થતા ઝેરી દવા પી યુવાનનો આપઘાત

મોરબીમાં પત્ની સાથે ફોનમાં બોલાચાલી થતા ઝેરી દવા પી યુવાનનો આપઘાત


મોરબીના નીચી માંડલ નજીક ફેકટરીમાં રહીને કામ કરતા યુવાનને ફોનમાં વાત કરતા પત્ની સાથે બોલાચાલી થઇ હતી અને મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવારમાં મોત થયું હતું


રાજસ્થાનના વતની અને હાલ હાલ મોરબીના નીચી માંડલ નજીક લોમેનટો પોલીપેક કારખાનામાં રહીને કામ કરતા સમરત સોમા ભગોરા (ઉ.વ.૩૦) નામના યુવાનને ગત તા. ૩૦ ઓગસ્ટના રોજ પત્ની સાથે ફોનમાં વાત કરતી વખતે બોલાચાલી થઇ હતી અને મનમાં લાગી આવતા કંપનીમાં પડેલ ઘાસ બાળવાની ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયો હતો અને સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે