R R Gujarat

ટંકારાના ધ્રુવનગર નજીક અગાઉનો ખાર રાખી પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી

ટંકારાના ધ્રુવનગર નજીક અગાઉનો ખાર રાખી પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી


ધ્રુવનગર ગામથી ટંકારા જતા રોડ પર પંદર દિવસ પૂર્વેની બાબતનો ખાર રાખી એક ઇસમેં યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને લોખંડ પાઈપના ટુકડા વડે ઈજા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
ટંકારાના મેઘપર ઝાલા ગામના રહેવાસી દિનેશભાઈ ખેંગારભાઈ ગોહેલ (ઉ.વ.૩૫) નામના યુવાને આરોપી રવજીભાઈ પોલાભાઈ રાણવા રહે ધ્રુવનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી દિનેશભાઈને પંદર દિવસ પહેલા હડમતીયા ગામે પાલનપીર મંદિરના મેળામાં આરોપીએ કહ્યું કે મારી ફોર વ્હીલ કાર તે કેમ જવા ન દીધી તે બાબતનો ખાર રાખી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી દિનેશભાઈને માથાના ભાગે લોખંડના પાઈપના ટુકડા વડે ઈજા કરી હતી ટંકારા પોલીસે મારામારીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે