R R Gujarat

મોરબીના બેલા નજીક ફેકટરીમાં ટ્રક રાખીને સુતેલા ટ્રક ચાલકનું મોત

મોરબીના બેલા નજીક ફેકટરીમાં ટ્રક રાખીને સુતેલા ટ્રક ચાલકનું મોત


બેલા રોડ પર આવેલ સિરામિક ફેકટરીના ગ્રાઉન્ડમાં ટ્રક રાખીને સુઈ ગયેલ ટ્રક ચાલક સવારે ઉઠ્યા ના હતા અને નિંદ્રાધીન અવસ્થામાં જ ટ્રક ચાલકનું મોત થયું હતું
મૂળ ઉત્તરપ્રદેશના વતની પપુભાઈ ગુરુદીનભાઈ મોરિયા (ઉ.વ.૩૨) નામના ટ્રક ચાલક ગત તા. ૨૮ ના રોજ મોરબીના બેલા રોડ પર આવેલ એસ.પી.ઓ સિરામિકના ગ્રાઉન્ડમાં ટ્રક રાખી રાત્રીના સુઈ ગયા હતા અને સવારે ઉઠાડતા ઉઠ્યા નહિ અને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે