R R Gujarat

હળવદના કડીયાણા માથક રોડ પર ઈનોવા કારમાં દેશી દારૂની હેરાફેરી કરનાર ઝડપાયો, ત્રણ નામ ખુલ્યા

હળવદના કડીયાણા માથક રોડ પર ઈનોવા કારમાં દેશી દારૂની હેરાફેરી કરનાર ઝડપાયો, ત્રણ નામ ખુલ્યા


હળવદ પોલીસ ટીમે કડીયાણા માથક રોડ પર ઈનોવા કારમાં ૫૧૫ લીટર દેશી દારૂનો જથ્થો લઇ જતા ઈસમને ઝડપી લઈને ૬.૦૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે મહિલા સહીત અન્ય ત્રણ આરોપીના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કડીયાણા માથક રોડ પરથી એક ઈનોવા ગાડીમાં દેશી દારૂનો જથ્થો ભરી દારૂની હેરાફેરીની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને ઈનોવા કાર જીજે ૦૧ કેસી ૨૭૦૭ વાળીને રણછોડગઢ અને રાયધ્રા ગામના પાટિયા વચ્ચે આંતરી લીધી હતી કારમાંથી દેશી દારૂ ૫૧૫ લીટર કીમત રૂ ૧,૦૩,૦૦૦ મળી આવતા પોલીસે દેશી દારૂ અને ઈનોવા કાર કીમત રૂ ૫ લાખ મળીને કુલ રૂ ૬,૦૩,૦૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપી હિતેશ ઉર્ફે રાઘવ ભરત મકવાણા રહે વાંકાનેર ભાટિયા સોસાયટી વાળાને ઝડપી લીધો છે
અન્ય આરોપી જયંતી દેવશી ચૌહાણ, ફરીદાબેન જયંતીભાઈ ચૌહાણ રહે ચિરોડા તા. ચોટીલા અને સંજય ઉર્ફે અમરાભાઈ શામજીભાઈ જંજવાડિયા રહે ત્રાજપર મોરબી એમ ત્રણ આરોપીના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે