R R Gujarat

હળવદના સુખપર ગામની સીમમાંથી મોપેડમાં દારૂની ૯૯ બોટલ લઇ જતા બે ઝડપાયા

હળવદના સુખપર ગામની સીમમાંથી મોપેડમાં દારૂની ૯૯ બોટલ લઇ જતા બે ઝડપાયા


સુખપર ગામની સીમમાંથી પોલીસે મોપેડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને દારૂની નાની મોટી કુલ ૯૯ બોટલ અને બાઈક સહીત કુલ રૂ ૪૩,૯૦૦ નો મુદામાલ કબજે લઈને વધુ તપાસ ચલાવી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સુખપર ગામની સીમમાં નર્મદા કેનાલ પાસેથી એકટીવામાં દારૂની હેરાફેરીની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને નર્મદા કેનાલ પાસેથી એકટીવાને આંતરી લઈને તલાશી લેતા દારૂની નાની ૯૫ બોટલ કીમત રૂ ૯૫૦૦ તેમજ મોટી ચાર બોટલ સહીત કુલ બોટલ નંગ ૯૯ કીમત રૂ ૧૩,૯૦૦ અને એકટીવા સહીત કુલ રૂ ૪૩,૯૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ભાવસંગ અભેસંગ ગોહિલ અને યુવરાજ ભૂપત મકવાણા રહે બંને સુખપર તા. હળવદ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે