સુખપર ગામ નજીક બે ભાઈ પગપાળા ચાલીને જતા હતા ત્યારે ટ્રક ચાલકે બંને ભાઈને ઠોકર મારી હતી જે અકસ્માતમાં નાણા ભાઈને ઈજા પહોંચી હતી અને મોટાભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
પાટડી તાલુકાના હિમતપુરા ગામના રહેવાસી ઘનશ્યામભાઈ પોપટભાઈ વિરમગામા (ઉ.વ.૪૭) વાળાએ ટ્રક જીજે ૧૨ બીવી ૫૧૩૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ ના રોજ ફરિયાદી ઘનશ્યામભાઈ અને મોટાભાઈ રાણાભાઇ બંને હળવદ તાલુકાના સુખપર ગામે રામદેવ હોટેલથી આગળ પગપાળા રોડની સાઈડમાં ચાલીને જતા હતા ત્યારે ટ્રક ચાલકે બંને ભાઈને હડફેટે લીધા હતા અકસ્માતમાં ફરિયાદી ઘનશ્યામભાઈને હાથે, પગે અને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને મોટાભાઈ રાણાભાઈને માથામાં ગંભીર ઈજા કરી મૃત્યુ નીપજાવી ટ્રક લઈને નાસી ગયો હતો હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


