R R Gujarat

માળિયા ત્રણ રસ્તા ઓવરબ્રિજ ઉપર રાહદારી યુવાનનું ટ્રકની ઠોકરે મોત

માળિયા ત્રણ રસ્તા ઓવરબ્રિજ ઉપર રાહદારી યુવાનનું ટ્રકની ઠોકરે મોત


માળિયા ત્રણ રસ્તા ઓવરબ્રિજ ઉપર શ્રમિક યુવાન ચાલીને જતો હતો ત્યારે ટ્રક ચાલકે ટ્રક યુવાન પર ચડાવી દઈને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ભરૂચ જીલ્લાના પાનેઢા ગામના રહેવાસી ભરતભાઈ બચુભાઈ વસાવાએ આરોપી ટ્રક જીજે ૧૨ બીએક્સ ૨૭૯૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ ના રોજ ફરિયાદીના કાકાના દીકરા શૈલેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા (ઉ.વ.૨૪) રહે પાનેઢાં ભરૂચ વાળા કચ્છ મોરબી નેશનલ હાઈવે પર માળિયા ત્રણ રસ્તા ઓવરબ્રિજ પરથી જતા હતા ત્યારે ટ્રક ચાલકે ટ્રક શૈલેશભાઈ ઉપર ચડાવી દઈને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે