સગીરાનું મોત જયારે ત્રણ બાળકનો પિતા હાલ સારવાર હેઠળ
મોરબીના ધુતારી વિસ્તારમાં રહેતા ૩ બાળકના પિતા અને સગીરા વચ્ચે પ્રેમ સંબંધ હોય અને બંનેએ કોઈ કારણોસર સજોડે ઝેરી દવા પી લીધી હતી જેમાં ૧૭ વર્ષની સગીરાનું મોત થયું છે તો યુવાનને મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ધુતારી વિસ્તારમાં રહેતા વિક્રમ બાબુભાઈ ડાભી (ઉ.વ.૩૦) અને પાયલબેન (ઉ.વ.૧૭) નામની સગીરા બંનેએ સજોડે મોરબી બાયપાસ રોડ નેક્સસ સિનેમા નજીક સજોડે ઝેરી દવા પી લીધી હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે જ સગીરાનું મોત થયું હતું અને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે
વિક્રમભાઈ ડાભી પરિણીત છે અને ત્રણ સંતાનોના પિતા છે જેને મોરબી સિવિલ બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયો છે જયારે સગીરાનું મોત થયું છે


