હળવદમાં પત્ની સાથે વોટ્સએપમાં મેસેજમાં વાતચીત કરવાની ના પાડતા ચાર ઇસમોએ યુવાન સહિતના ત્રણ વ્યક્તિને લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
હળવદ જીઆઈડીસી બાલાજી કારખાના પાછળ રહેતા કરણભાઈ બળદેવભાઈ સડલીયા (ઉ.વ.૨૧) નામના યુવાને આરોપીઓ સહદેવ મુનાભાઈ કોળી, રામો કોળી, ભાવેશ લાલદાસભાઈ સાધુ અને હ્ગો કોળી રહે ચારેય હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પત્ની અને રોહન રાવળદેવ બંને વોટ્સએપ મેસેજમાં વાતચીત કરતા હતા જેથી ફરિયાદી કરણએ રોહનને વાતચીત નહિ કરવાનું કહેતા રોહનનું ઉપરાણું લઈને આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી નીકુલ ઉર્ફે અર્જુનને લાકડાના ધોકા વડે મારી ઈજા કરી તેમજ મનસુખભાઈને લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


