મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી એસઓજી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી ટીમ જીલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થનું વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા અને નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં આરોપી સાહિલરઝા સલીમભાઈ મુલ્લા રહે વાંકાનેર મિલ પ્લોટ વાળો વાંકાનેર હોવાની બાતમી મળતા એસઓજી ટીમે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો છે


