R R Gujarat

વાંકાનેરમાં એકટીવાની લાઈટ ચાલુ રાખવા બાબતે છ ઇસમોએ આધેડને માર માર્યો

વાંકાનેરમાં એકટીવાની લાઈટ ચાલુ રાખવા બાબતે છ ઇસમોએ આધેડને માર માર્યો


વાંકાનેર માર્કેટ યાર્ડ પાસે બે ઈસમો આધેડના ઘર સામે એકટીવાની લાઈટ ચાલુ રાખતા બંધ કરવાનું કહ્યું હતું જેથી છ આરોપીઓએ આધેડને લોખંડ પૈઅપ, ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
વાંકાનેર માર્કેટ યાર્ડ પાસે ચંદ્રપુરના રહેવાસી રામાભાઈ માનાભાઈ સિંધવ (ઉ.વ.૪૫) આરોપીઓ સમદ જાનમામદ મોડ, સેજુ ઓસમાણ, સોહિલ ઓસમાણ, સાયરાબેન જાનમામદ મોડ, મુમતાજબેન ઓસમાણ અને નીલોફરબેન ઓસમાણ એમ છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી સમદ અને સેજુ રામાભાઈના ઘર સામે એકટીવા લાઈટ ચાલુ રાખી થી જેથી લાઈટ બંધ કરવાનું કહેતા બંને ઇસમોએ ગાળો આપી ઢીકા પાટું માર માર્યો હતો જે અંગે ફરિયાદી સાયરાબેનને કહેવા જતા સાયરાબેન, મુમતાજ અને નીલોફરબેન સહિતનાઓએ ગાળો આપી હતી અને આરોપી સમદ, સેજુ અને સોહિલ લોખંડ પાઈપ વડે માથામાં મારી તેમજ ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર સીટી પોલીસે મહિલાઓ સહીત છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપ હાથ ધરી છે