મોરબીના જેપુર ગામની સીમમાં બાવળની કાંટમાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂની ૮૨ બોટલ અને બીયરના ૩૩ ટીન સહીત કુલ રૂ ૧.૪૨ લાખનો દારૂ અને મોબાઈલ સહિતનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી નાસી જતા વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળ કાંટમાં બાતમીને આધારે રેડ કરી હતી બાવળની કાંટમાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૮૨ અને બીયર નંગ ૩૩ મળીને કુલ રૂ ૧,૪૨,૦૪૦ નો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ એમ કુલ રૂ ૧,૪૭,૦૪૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમીયાન આરોપી રોહિત મુન્નાભાઈ કોળી રહે સેન્ટમેરી સ્કૂલ પાસે લાયન્સનગર મોરબી વાળો નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે


