R R Gujarat

મોરબી સેન્ટમેરી ફાટક નજીક રહેણાંક મકાનમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

મોરબી સેન્ટમેરી ફાટક નજીક રહેણાંક મકાનમાંથી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો


મોરબીની સેન્ટમેરી ફાટક નજીક રહેતા ઇસમના મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૧૨ બોટલ અને બીયરના ૫ ટીન સહિતનો જથ્થો જપ્ત કર્યો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવલખી રોડ સેન્ટ મેરી ફાટક પાસે રહેતા આરોપી રોહિત મુન્નાભાઈ સરવૈયાના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની નાની મોટી ૧૧૨ બોટલ કીમત રૂ ૩૯,૮૦૦ અને બીયરના ૫ ટીન કીમત રૂ ૧૧૫૦ મળીને કુલ રૂ ૪૦,૯૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી રોહિત સરવૈયા હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ હાથ ધરી છે