R R Gujarat

મોરબી નટરાજ ફાટક પાસે અગાઉની બોલાચાલીનો ખાર રાખી વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી

મોરબી નટરાજ ફાટક પાસે અગાઉની બોલાચાલીનો ખાર રાખી વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી


નટરાજ ફાટક પાસે અગાઉ થયેલ બોલાચાલી ઝઘડાનો ખાર રાખી એક ઇસમેં વૃદ્ધને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
માળિયા વનાળીયાના રહેવાસી મોહનભાઈ નરસિંહભાઈ સોલંકી (ઉ.વ.૬૧) નામના વૃદ્ધે આરોપી દિનેશભાઈ બાબુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ત્રણેક માસ અગાઉ નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે સમાજના દિનેશભાઈ બાબુભાઈ સાથે બોલાચાલી ઝઘડો થયો હતો જેનો ખાર રાખી ગત તા. ૧૬ ના રોજ બપોરના નટરાજ ફાટક પાસે દિનેશભાઈ આવી ગાળો આપી અપશબ્દો બોલવા લાગ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે