વાંકાનેર શહેરમાં દૂધ ડેરીમાંથી ૧.૯૪ લાખ રોકડ અને બેંક ચેક બૂક સહિતના બેગની ઉઠાંતરીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી એક આરોપીને ઝડપી લઈને ચોરી થયેલ તમામ મુદામાલ રીકવર કરવામાં આવ્યો છે
વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના રહેવાસી લીંબાભાઈ કરશનભાઈ સરૈયા (ઉ.વ.૪૫) નામના વેપારીએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૪ ના રોજ ફરિયાદી પોતાની વાંકાનેર શહેરના નવાપરા પંચાસર રોડ પર આવેલ જય ગોપાલ ડેરી ફાર્મ ખાતે હતા અને રૂપિયા ભરેલો થેલો રાખેલ હતો સવા દશેક વાગ્યે બેન્કના કામથી જવાનું હતું જેથી રૂપિયા ભરેલો થેલો લેવા જતા ટેબલ પાસે મળ્યો નહી અને કામ કરતા માણસોને પૂછતાં થેલો જોયો નથી તેમ જણાવ્યું હતું આજુબાજુમાં તપાસ કરતા મળી આવ્યો ના હતો દુકાને ઘણા બધા ગ્રાહકો દૂધ લેવા આવતા હોય કોઈ નજર ચૂકવી રોકડ રૂ ૧,૯૪,૦૦૦, બીલ બૂક અને ડેરીની ચેકબૂક ભરેલો થેલો ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી
વાંકાનેર સીટી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી એક ઇસમ ચોરીમાં ગયેલ રોકડ રૂપિયાના થેલા સાથે વાંકાનેર નેશનલ હાઈવે હસનપર બ્રીજ પંચાસર તરફ રોડની સાઈડમાં હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પરથી આરોપી આફતાબ હસન બેલીમ (ઉ.વ.૨૫) રહે હસનપર વાળાને ઝડપી લીધો છે ચોરીમાં ગયેલ રોકડ રૂ ૧,૯૪,૦૦૦ ડેરીની બીલ બૂક અને ડેરીની બેંક ઓફ બરોડાની ચેકબૂક સહિતનો મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે


