મોરબીના રણછોડનગર વિસ્તારમાંથી પોલીસે આરોપીના ઘર સામેથી દારૂની ૨૦ બોટલના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન બાતમીને આધારે રણછોડનગર શેરી નં ૦૧ મહાદેવજીના મંદિર પાસે રેડ કરી હતી આરોપી શનિ નવીન મારૂણીયાના મકાન સામેથી આરોપીને ઝડપી લઈને દારૂની ૨૦ બોટલ કીમત રૂ ૧૧,૦૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે


