R R Gujarat

મોરબીના અમરેલી ગામની સીમમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયા

મોરબીના અમરેલી ગામની સીમમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઝડપાયા


અમરેલી ગામની સીમમાં મોબાઈલમાં એપ્લીકેશન મારફત વનડે ક્રિકેટ મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ અને મોબાઈલ સહીત ૭૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અમરેલી ગામની સીમમાં નેક્સસ સિનેમા પાસે ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપી કલ્પેશ કનૈયાલાલ ચાવડાએ આરોપી જલાભાઇ રહે રવાપર મોરબી વાળા પાસેથી જુગાર રમવા મતે આઈડી મેળવી આરોપી કલ્પેશ ચાવડાએ મોબાઈલ એપ્લીકેશનમાં આઈડીમાંથી ઇન્ડિયા-ઓસ્ટ્રેલીયા વૂમન વનડે ક્રિકેટ મેચ પર રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડ રૂ ૨૦૦૦ અને મોબાઈલ કીમત રૂ 5000 સહીત કુલ રૂ ૭૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે