R R Gujarat

વાંકાનેર જ્ઞાનગંગા સ્કૂલના સંચાલકે વિદ્યાર્થીને ગુપ્ત ભાગે પાટુ મારી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો

વાંકાનેર જ્ઞાનગંગા સ્કૂલના સંચાલકે વિદ્યાર્થીને ગુપ્ત ભાગે પાટુ મારી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો


આરોપી શાળા સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
શહેરની જ્ઞાનગંગા સ્કૂલમાં અભ્યાસ કરતા સગીર વયના વિદ્યાર્થીને શાળા સંચાલકે રીસેસ સમયે ગુપ્ત ભાગે પાટુ મારી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
વાંકાનેર શહેરના રહેવાસી પિતાએ વાંકાનેર જ્ઞાનગંગા સ્કૂલ સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૬ ના રોજ અંદાજે ૧૨ : ૪૫ થી ૧ વાગ્યાના અરસામાં ફરિયાદીનો સગીર વયનો દીકરો જ્ઞાનગંગા સ્કૂલમાં અભ્યાસ કરતો હોય અને રીસેસ સમયે સ્ટેચ્યુ ચોક પાસે નાસતો કરતો હતો ત્યારે આરોપી શાળા સંચાલક યોગેન્દ્રસિંહ ત્યાં આવીને ફરિયાદીના દીકરાને પેટના નીચેના ભાગે ગુપ્ત ભાગે જોરદાર પાટુ મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે