R R Gujarat

હળવદ જૂની મામલતદાર કચેરી સામેની શેરીમાંથી બાઈક ચોરી

હળવદ જૂની મામલતદાર કચેરી સામેની શેરીમાંથી બાઈક ચોરી


જૂની મામલતદાર કચેરી સામે શેરીમાં રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હોય જે ચોરીના બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
હળવદ શહેરના ધ્રાંગધ્રા રોડ સુનીલનગર સોસાયટીમાં રહેતા પ્રકાશ પરષોતમભાઈ પુરાણી નામના વકીલે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનું બાઈક જીજે ૧૩ એસ ૦૧૫૯ કીમત રૂ ૨૦ હજાર વાળું ગત તા. ૦૮ જુનના રોજ પોણા છ વાગ્યા આસપાસ જૂની મામલતદાર કચેરી સામે શેરીમાં રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે હળવદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે