R R Gujarat

મોરબીના યુવાને ઓનલાઈન કુર્તીનો ઓર્ડર આપી ૧૫ હજાર રૂપિયા ગુમાવ્યા

મોરબીના યુવાને ઓનલાઈન કુર્તીનો ઓર્ડર આપી ૧૫ હજાર રૂપિયા ગુમાવ્યા


આજના ઝડપી યુગમાં ઓનલાઈન ખરીદીનો ક્ર્રેઝ વધી રહ્યો છે લોકો ઘરે બેઠા પોતાની મનપસંદ ચીજવસ્તુઓ મોબાઈલમાંથી ઓનલાઈન ઓર્ડર કરી દેતા હોય છે ત્યારે ઓનલાઈન ખરીદીના ક્રેઝ વચ્ચે ગઠીયાઓ પણ નિર્દોષ નાગરિકોને શિકાર બનવતા હોય છે આવો જ કિસ્સો બન્યો છે મોરબીમાં જ્યાં મહેન્દ્રનગર ગામના યુવાને કુર્તી ખરીદી માટે ઓનલાઈન ઓર્ડર કરી રૂપિયા ૧૫ હજાર એડવાન્સ પેમેન્ટ કરી દીધું હતું જોકે બાદમાં કુર્તીને બદલે એક જુનું ફોર્મલ પેન્ટ મોકલી રૂ. ૧૫ હજારની છેતરપીંડી કયાની ફરિયાદ નોંધાઈ છે


મોરબીના મહેન્દ્રનગર ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા રવિભાઈ રમેશભાઈ ભાડલા (ઉ.વ.૩૧) નામના યુવાને મોબાઈલ નંબર ૭૦૪૧૪ ૫૯૫૯૬ અથવા UPI ID ૬૩૫૯૭ ૭૧૮૮૫@ એક્સીસ બેંક ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ TREAD INDIA.COM ઓનલાઈન પ્લેટફોર્મમાંથી કુર્તી ઓનલાઈન ખરીદી કરવા સચ કરતા આરોપીએ મોબાઈલમાં વોટ્સએપ મેસેજ કરી AN TEXTILE કંપનીના નામે ફરિયાદી સાથે કુર્તી ખરીદી બાબતે વાતચીત કરી એક કુર્તીના રૂપિયા ૧૫૦ ભાવ નક્કી કરીને ૧૦૦ કુર્તીનો ઓર્ડર લખાવ્યો હતો અને આરોપીએ સ્કેનર મોકલી રૂ ૧૫,૦૦૦ રૂપિયા યુપીઆઈ આઈડીમાં ઓનલાઈન એડવાન્સ પેમેન્ટ મેળવી લીધું હતું
બાદમાં ફરિયાદીએ આપેલ ઓર્ડર મુજબ કુર્તીઓ નહિ મોકલી પાર્સલમાં એક જુનું ફોર્મલ પેન્ટ મોકલી ફરિયાદી સાથે છેતરપીંડી કરી રૂ ૧૫ હજાર ઓનલાઈન પેમેન્ટ મેળવી લીધાનું જણાવ્યું છે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે