R R Gujarat

મોરબીના રવાપર રોડ પર HDFC ચોક પાસેથી બાઈક ચોરીની ફરિયાદ

મોરબીના રવાપર રોડ પર HDFC ચોક પાસેથી બાઈક ચોરીની ફરિયાદ


રવાપર રોડ પર એચડીએફસી ચોક પાસેથી અજાણ્યો ઇસમ બાઈક ચોરી કરી ગયો હતો બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના સામાકાંઠે વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ નવનીતભાઈ રાવલ (ઉ.વ.૪૬) અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ જુનના રાત્રીના ૧૦ કલાકથી તા. ૨૭ જુનના ૨ વાગ્યા સુધીના સમયમાં રવાપર રોડ પર એચડીએફસી ચોક પાસે ફરિયાદીએ બાઈક જીજે ૦૩ એચજે ૨૦૨૫ કીમત રૂ ૫૦ હજાર રાખ્યું હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધી તપાસ ચલાવી છે