R R Gujarat

મોરબીના ખાટકીવાસ પાસે મારામારી પ્રકરણમાં બંને પક્ષની સામસામી ફરિયાદ

મોરબીના ખાટકીવાસ પાસે મારામારી પ્રકરણમાં બંને પક્ષની સામસામી ફરિયાદ


ખાટકીવાસ પાસે ગૌરક્ષકોની ટીમ પર ટોળાએ હથિયારો વડે હુમલો કરી દીધો હતો અને પોલીસની હાજરીમાં પણ ટોળાએ હોબાળો મચાવ્યો હતો જે બનાવ અંગે બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના વાવડી ગામે બજરંગ સોસાયટીના રહેવાસી લાલજીભાઈ ઉર્ફે કૌશિક જગદીશ નિમાવત (ઉ.વ.૩૪) નામના યુવાને આરોપીઓ જાકીર હુશેન, ઇસુ મુસા કટારીયા, શબ્બીર અબ્બાસ, હુરબાઈબેન અલી, ફાતમાબેન દાઉદભાઈ રહે બધા મોરબી તેમજ જીએ ૧૨ બીઝેડ ૮૩૪૬ વાહનનો ચાલક તેમજ અન્ય પંદરથી વીસ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના મિત્ર સાગર પલાણ એક બોલેરો ગાડીમાં પશુ ભરેલ હોવાનો શક રાખી તેની પાછળ ખાટકીવાસ જતા તેને માર મારતા હોવાનો વોટ્સએપ મેસેજ ગૌરક્ષક દળના ગ્રુપમાં મુક્યો હતો જે મેસેજ સાંભળી ફરિયાદી અને તેના મિત્ર રવિ જીતેન્દ્રભાઈ તેને બચાવવા જતા દિનેશ રામજીભાઈને લાકડાના ધોકા અને ઢીકા પાટું વડે માર મારતા હતા જેને બચાવવા જતા ટોળામાં રહેલા આરોપીઓએ ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી


સામાપક્ષે ખાટકીવાસમાં રહેતા ફરિયાદી સબીર અબ્બાસ તરકબાણે આરોપીઓ મહેબુબ સુલેમાન સુમરા, સાગર કાંતિલાલ પલાણ, રવિ હિતેન્દ્ર પાલા, કૌશિક ઉર્ફે લાલો જગદીશ નિમાવત અને દિનેશ રામજી લોરિયા રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી મહેબુબ અને સાગર ઘેટા બકરા આપવા આવેલ બોલેરો પીકઅપ ગાડીનો પીછો કરી ગૌ માંસ ભરેલ હોવાની શંકા રાખી આવ્યા અને ફરિયાદી સાથે વાતચીત કરતા હતા ત્યારે અન્ય ત્રણ આરોપીઓ આવી ગયા અને લત્તાવાસીઓ પણ ભેગા થઇ જતા વાતાવરણ ઉગ્ર બની જતા ફરિયાદી અને સાહેદો સાથે ઝપાઝપી કરી ફરિયાદી તેમજ અન્યને સામાન્ય ઈજા પહોંચાડી હતી મોરબી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે