માળિયા (મી.) તાલુકાના વર્ષામેડી ફાટકથી બોડકી ગામ જવાના રસ્તેથી પોલીસે એક ઈસમને દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રોડ પર વવાણીયા ગામનો રહીશ ચકુ ભાણાભાઈ મકવાણા શંકાસ્પદ આંટા ફેરા કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી અને આરોપીની ઝડતી લેતા આરોપીના કબજામાંથી દેશી હાથ બનાવટની જામગરી નંગ ૦૧ કીમત રૂ ૨૦૦૦ મળી આવતા આરોપી ચકુભાઈ ભાણાભાઈ મકવાણાને ઝડપી લઈને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે