મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર રીક્ષામાં બેસી પિતા અને બે પુત્ર હોસ્પિટલ જતા હતા ત્યારે સામેથી આવતી રીક્ષા સાથે રીક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં રીક્ષામાં બેસેલ પિતાનો હાથ કોણીથી કપાઈ ગયો હતો જયારે બે વર્ષના માસૂમનું ગંભીર ઈજાને કારણે મોત થયું હતું
ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબીના સરતાનપર રોડ પરની સોલારીશ સિરામિક ફેકટરીમાં રહીને કામ કરતા નેહાબેન પીન્ટુભાઈ બરનવાલે રીક્ષા જીજે ૩૬ યુ ૫૧૧૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩ જુનના રોજ ફરિયાદી નેહાબેન, પતિ પીન્ટુભાઈ તેમજ બે પુત્ર આદિત્ય અને આયુષ (ઉ.વ.૦૨) બધા રીક્ષામાં બેસી મોરબી હોસ્પિટલ જતા હતા ત્યારે મોરબી વાંકાનેર હાઈવે પર સર્વિસ રોડ પર પાશ્વનાથ કોમ્પ્લેક્ષ પટેલ પાન સામેથી આવતી રીક્ષા સાથે ફરિયાદી સવાર હતા તે રીક્ષા સાદીના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ફરિયાદીના પતિ પીન્ટુભાઈ (ઉ.વ.૪૪) વાળાનો હાથ કોણીના ભાગથી કપાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી તેમજ દીકરા આયુષ (.વ.૦૨) વાળો ફંગોળાઈ પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
- મોરબી માળિયા ફાટક નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે તૌસીફમીંયા અને ઇકબાલ ઝડપાયા
- ટંકારાના છતરમાં ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો : પોલીસ કોન્સ્ટેબલનું નામ ખુલ્યું
- મોરબીમાં નજીવી બાબતે માતા પુત્રીને ત્રણ શખ્સોએ પાઈપ વડે ફટકાર્યા
- મોરબીના રોહીદાસપરા મેઇન રોડ પરથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકી સાથે એક ઈસમ ઝડપાયો
- મોરબીના મફતીયાપરામા જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયાં


