રોકડ, પાંચ બાઈક સહીત ૧.૧૨ લાખનો મુદામાલ જપ્ત
ઢવાણા ગામની સીમમાં પોલીસે રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી સ્થળ પરથી પોલીસે ચાર ઇસમોને જુગાર રમતા ઝડપી લઈને રોકડ રકમ તેમજ ૫ બાઈક સહીત ૧.૧૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન પાંચ ઈસમો નાસી ગયા હતા જેના બાઈક કબજે લઈને પોલીસે વધુ તપાસ ચલાવી છે
હળવદ પોલીસ ટીમે બાતમીને ઢવાણા ગામની સીમમાં જુના સાપકડા જવાના રોડ પર રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા રસિક ઉર્ફે ભેણીયો મોહન તલસાણીયા, અશોક ઉર્ફે વીજળી ઓઘડભાઈ સારદીયા, રસિક ઉર્ફે ગીધો વેલાભાઇ દૂધરેજિયા અને ધીરૂ બચુભાઈ સોરઠીયા રહે ચારેય ઢવાણા વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૪૦૦ અને ૫ બાઈક કીમત રૂ ૧ લાખ મળીને કુલ રૂ ૧,૧૨,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
રેડ દરમિયાન પાંચ આરોપીઓ નાસી ગયા હતા જે પાંચેય આરોપીના બાઈક કબજે લેવામાં સફળતા મળી છે જેથી બાઈક રજીસ્ટ્રેશન નંબર પરથી આરોપીઓ અંગે વધુ તપાસ ચલાવી છે
