R R Gujarat

માળિયા કંડલા રોડ પરથી ઠસોઠસ આઈસરમાં ભરીને લઇ જવાતા ૧૫ અબોલ જીવને બચાવી લીધા

માળિયા કંડલા રોડ પરથી ઠસોઠસ આઈસરમાં ભરીને લઇ જવાતા ૧૫ અબોલ જીવને બચાવી લીધા


માળિયા કંડલા રોડ પરથી આઈસર ગાડીમાં ઠસોઠસ ૧૫ અબોલ જીવને ભરીને લઇ જવાતા હોય જે વાહન સહિતનો મુદામાલ ગૌરક્ષકોની ટીમે ઝડપી લઈને મુદામાલ પોલીસને સોપવામાં આવતા પોલીસે એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે
મોરબી ક્રાંતિ જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા નિકુંજભાઈ ભૂતે આરોપી ઉમર સાલમ મકવા રહે અંજાર કચ્છ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાની આઈસર જીજે ૧૨ સીટી ૨૪૫૭ વાળીમાં ભેંસ જીવ નંગ ૦૯ અને પાડા જીવ નંગ ૦૬ મળીને કુલ ૧૫ જીવ ક્રુરતાપૂર્વક ટૂંકા દોરડા વડે ખીચોખીચ રીતે બાંધી ઘાસચારા કે પાણીની વ્યવસ્થા રાખ્યા વિના હેરાફેરી કરતા મળી આવ્યો હતો માળિયા પોલીસે પશુ જીવ નંગ ૧૫ કીમત રૂ ૯૬ હજાર અને આઈસર કીમત રૂ ૬ લાખ સહીત કુલ રૂ ૬.૯૬ લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે