R R Gujarat

મોરબી કોંગ્રેસના મહિલા પ્રમુખ સહીત આઠ લોકો જુગાર રમતા ઝડપાયા 

મોરબી કોંગ્રેસના મહિલા પ્રમુખ સહીત આઠ લોકો જુગાર રમતા ઝડપાયા 

 મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, આલાપ રોડ ઉપર કર્મયોગી સોસાયટીમાં આવેલ સિલ્વર ગુS એપાર્ટમેન્ટમાં આરોપી ભાવેશભાઇ પટેલ પોતાના ફ્લેટમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીને આધારે પોલીસ ટીમે દરોડો પાડતા આરોપી 1. ભાવેશભાઇ પ્રવિણભાઇ પટેલ 2. મૌલીકભાઇ પ્રદિપભાઇ વિરમગામા 3.હસમુખભાઇ રણછોડભાઈ વરમોરા 4. લીલાબેન આનંદભાઇ મહાલીયા 5. હંસાબેન કિશોરભાઈ ગૌસ્વામી 6. વીણાબેન જયંતીભાઇ મેરજા, મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ 7. દમયંતીબેન જયેન્દ્રભાઈ નિરંજની અને 8. મનીષાબેન ચંદુભાઇ માકડીયા તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. દરોડા સ્થળેથી પોલીસે રોકડા રૂપિયા 85,900 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.આ જુગાર દરોડામાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝડપાઇ જતા રાજકીય ગલીયારામાં તરેહ તરેહની ચર્ચા ઉઠી છે.