બૌદ્ધનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૩૭૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બૌદ્ધનગર શેરી નં ૦૪ માં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા કેશુભાઈ પેથાભાઈ ટુંડિયા, કાંતિભાઈ અરજણભાઈ પરમાર, બાબુભાઈ ગંગારામભાઈ ગોહિલ, મહેશભાઈ અર્જુનભાઈ પરમાર અને તેજાભાઈ ટપુભાઈ પારઘી એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૩૭૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે
