R R Gujarat

વાંકાનેરમાં નગરપાલિકાની સરકારી જગ્યા પર બે દુકાનો બનાવી પાંચ વર્ષથી કબજો કર્યોએક ઇસમ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ

વાંકાનેરમાં નગરપાલિકાની સરકારી જગ્યા પર બે દુકાનો બનાવી પાંચ વર્ષથી કબજો કર્યોએક ઇસમ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ


વાંકાનેર નગરપાલિકાન જડેશ્વર રોડ પર આવેલ સરકારી જગ્યામાં એક ઇસમેં પાંચ વર્ષથી ગેરકાયદે કબજો કરી બે દુકાનો બનાવી દબાણ કરી પ્લોટની જમીન પચાવી પાડી આજદિન સુધી પોતાના કબજામાં રાખી વપરાશ કરતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે વાંકાનેર સીટી પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
રાજકોટના ગાંધીગ્રામના રહેવાસી ગીરીશકુમાર મૂળશંકર રાવલે આરોપી રાજેશ ગોરધન મકવાણા રહે દિગ્વિજયનગર પેડક, વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ ફરિયાદી ગીરીશકુમાર રાવલને વાંકાનેર નગરપાલિકા દ્વારા લેખ નં ૧૩૮૯ તા ૧૬-૦૩-૧૯૮૩ થી વાંકાનેર જડેશ્વર રોડ પર વડાપ્રધાનના ૨૦ મુદાના આર્થિક કાર્યક્રમ અંતર્ગત જમીન વિહોણા લોકોને ઘર બનાવવાની શરતે ૧૦૦-૧૦૦ ચો.વારનો પ્લોટ નં ૨૯ ક્ષેત્રફળ ૮૩.૬૧ વાળો વાંકાનેર નગરપાલિકાના યુ ઇટ્સ મુખ્ય અધિકારી ભારતસિંહ પ્રતાપસિંહ ઝાલાએ વેચાણ રજી.દસ્તાવેજ નં ૧૬૧/૧૯૯૦ તા. ૧૪-૦૨-૧૯૯૦ થી વેચાણ આપેલ હતો
જે પ્લોટમાં આરોપી રાજેશ મકવાણાએ છેલ્લા પાંચ વર્ષથી ગેક્રય્ડે રીતે કબજો કરી તેમાં પ્રજાપતિ જનરલ સ્ટોર નામની બે દુકાનો બનાવી દબાણ કર્યું છે અને પ્લોટની જમીન પચાવી પાડી જમીનના બિનઅધિકૃત રીતે કબજો કરી હાલ સુધી કબજો રાખી વપરાશ કરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે મોરબી જીલ્લા કલેકટરની લેન્ડ ગ્રેબિંગ સમિતિમાં અરજી બાદ ફરિયાદ કરવા હુકમ કરવામાં આવ્યો હતો જેને પગલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની ફરિયાદ નોંધાઈ છે