મોરબીના બાયપાસ રોડ પર ટેલર કન્ટેનર ચાલકે કાવું મારી બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલક ૬૦ વર્ષના વૃદ્ધને ઈજા પહોંચી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના શનાળા ગોકુલનગરમાં રહેતા અમરશીભાઈ પરષોતમભાઈ કંજારીયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધે ટાટા ટેલર કન્ટેનર જીજે ૧૪ એક્સ ૮૧૧૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યે ફરિયાદી પોતાનું બાઈક જીજે ૩૬ એએચ ૩૩૯૮ લઈને મોરબી માળિયા બાયપાસ રોડ પરથી જતા હતા ત્યારે ધ્રુવ હોસ્પિટલ પાસે ટેલર કન્ટેનર ચાલકે કાવું મારી ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ફરિયાદી અમરશીભાઈ કંજારીયાને શરીરે મુંઢ ઈજા અને ડાબા હાથે ફ્રેકચર ઈજા કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે